માળિયામાં પતિએ પત્ની સાથે કરી મારકૂટ, છરીનો ઘા ઝીકી દીધો

માળિયા પંથકમાં એક પતિએ તેની પત્ની સાથે ઝઘડો કરીને બાદમાં માર માર્યો હતો તો ક્રોધે ભરાયેલા પતિએ છરીનો ઘા ઝીંકી દેતા પત્નીને ઈજાઓ પહોંચી છે જે બનાવની પોલીસે નોંધ કરી તપાસ ચલાવી છે.

માળિયાના જુના અંજીયાસર ગામના રહેવાસી જનકબેન મુસ્તાક હાજી ભટ્ટી (ઉ.વ.૨૫) નામની પરિણીતાએ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તેનો પતિ મુસ્તાક હાજી તેના પર શંકા કુશંકાઓ કરતો હોય અને મ્હેણાં ટોણા મારે છે તેમજ તેણે ઢીકા પાટૂનો માર મારી દઈને બાદમાં વાંસાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હોવાનું જણાવ્યું છે પોલીસે પરિણીતાની ફરિયાદને આધારે પતિ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat