મોરબીની પોસ્ટઓફીસમાં નાગરિકોને સ્ટેમ્પપેપર મળતા નથી, જાય છે ક્યાં ?

ગ્રાહક સુરક્ષા મંડળે કરી પોસ્ટઓફીસના અધિકારીને રજૂઆત

મોરબીની પોસ્ટ ઓફિસમાં વીસ, પચાસ અને સો રૂપિયાના સ્ટેમ્પ પેપરની અછત હોય અને નાગરિકોને સ્ટેમ્પપેપર મળતા ના હોવાથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય ત્યારે આ મામલે પોસ્ટ સુપ્રીન્ટેન્ડેડ લેખિત રજૂઆત કરવામાં આવી છે

મોરબી ઉદ્યોગ નગરી છે અને ઝડપી વિકાસ કરતા શહેરમાં બિલ્ડીંગ બાંધકામ પુરજોશમાં ચાલી રહ્યા છે જેથી સ્ટેમ્પપેપરની જરૂરિયાત રહેતી હોય છે જોકે મોરબીની પોસ્ટ ઓફિસમાં રૂપિયા વીસ, પચાસ અને સો ના સ્ટેમ્પ પેપર નથી તો આવે છે તે ક્યાં જાય છે અને કેટલા ગ્રાહકને આપવામાં આવે છે તેના જવાબો લોકોને આપવામાં આવતા નથી સ્ટેમ્પ વેન્ડર પણ સ્ટેમ્પ નથી તેવા જવાબો આપે છે તો દરરોજ બનતા દસ્તાવેજોમાં સ્ટેમ્પ ક્યાંથી વપરાય છે અને કાળા બજારી થતી હોય તેવી શંકા પણ જન્મે છે ત્યારે સ્ટેમ્પ પેપરની અછતથી પરેશાન લોકોના પ્રશ્નોને વાચા આપવા જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ પોસ્ટ ઓફીસ સુપ્રીન્ટેનડેડ અને જીલ્લા કલેકટરને રજૂઆત કરી છે

Comments
Loading...
WhatsApp chat