


હળવદ તાલુકાના જુના ઈશનપુર ગામે ગત મોડીરાત્રીના યુવતીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ હળવદ તાલુકાના જુના ઈશનપુર ગામે ખેત મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવતા નરશીભાઈ જાધાભાઈની દિકરી કાજલ (ઉ.વ.રર)એ ગત મોડી રાત્રીના કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે નોધા કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

