નેપાળ ઇન્ટરનેશનલ સ્પીડ બોલ સ્પર્ધામાં મોરબીની પલક કૈલાને ગોલ્ડ મેડલ



નેપાળ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ સ્પીડ બોલ કોમ્પિટિશનમાં મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી અને મોરબીના જાણીતા યુવા ઉદ્યોગપતિ ફેવરીટ ગ્રુપ ના પ્રફુલભાઇ કૈલા ની પુત્રી તેમજ મોરબી સિરામીક એશોસીએસન ના ઉપપ્રમુખ વિજયભાઇ ફેવરીટ ની ભાણેજ પલકબેન પ્રફુલભાઇ કૈલા એ ગોલ્ડ મેડલ મેળવીને મોરબીની સાથે સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.
આંતરરાષ્ટ્રીય સ્પીડ બોલ સ્પર્ધા -૨૦૧૮નું નેપાળમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ટીમ ઇન્ડિયા તરફથી ભાગ લેનાર મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીની પલકબેન કૈલા એ અન્ડર-૧૭માં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. ગોલ્ડ મેડલ મેળવનાર મોરબીના જાણીતા યુવા ઉદ્યોગપતિ પ્રફુલભાઇ ની દિકરી છે.
મોરબીના વિદ્યાર્થીઓની આ સિદ્ધિમાં વિનય સ્પોર્ટ એકડમીના નિષ્ઠાવાન કોચ પરેશભાઈ ચાંક, મનીષભાઈ અગ્રાવત, ગોપાલભાઈ આચાર્ય અને પલકુમારનો સખત પરિશ્રમ રંગ લાવ્યો છે. આમ સિરામીક ના જાણીતા ઉધોગપતિ વિજયભાઇ ફેવરીટ ની ભાણેજે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી મોરબી ના સિરામીક પરીવાર નું તેમજ સાથે સમગ્ર મોરબીનુ નામ રોશન કર્યું છે.