મોરબીમાં તા. ૦૭ ના રોજ અન્ડર ૧૯ ક્રિકેટ ટીમનું સિલેકશન

       ગ્રામ્ય ક્રિકેટ એસો મોરબી દ્વારા તા. ૦૭-૦૪ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાકે એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી, ન્યુ એરા સ્કૂલ પાસે, રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે અન્ડર ૧૯ ક્રિકેટ ટીમનું સિલેકશન કરવામાં આવશે

        અન્ડર ૧૯ ક્રિકેટ ટીમના સિલેકશનમાં તા. ૦૧-૦૯-૨૦૦૦ અને ત્યારબાદ જન્મેલા ખેલાડીઓ ભાગ લઇ શકશે સિલેકશન માટે આવનાર ખેલાડીઓએ વ્હાઈટ ટ્રેક અને ટી શર્ટમાં ફરજીયાત આવવાનું રહેશે તેમજ ૨ ફોટોગ્રાફ અને જન્મનું પ્રમાણપત્ર તેમજ એડ્રસ પ્રૂફ સાથે લાવવા જણાવ્યું છે મોરબીના યુવા ખેલાડીઓને સિલેકશન માટે પધારવા કોચ નિશાંત જાનીએ જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat