



મહિલા સશકિતકરણ પખવાડીયાના ઉજવણીના પ્રથમ દિવસે ’’મહિલા સુરક્ષા દિવસ’’ અંતર્ગત મોરબીના સરદાર વલ્લ્ભભાઇ પટેલ કન્યા વિદ્યાલય ખાતેથી મહિલાઓની બાઇક રેલીને જિલ્લા કલેકટર આર.જે.માકડીયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા અને પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાએ લીલીઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. જયારે આ રેલી ટાઉન હોલ-મોરબી ખાતે પૂર્ણ થયેલ હતી.
રેલીમાં કોલેજની બાળાઓ,શહેરની મહિલાઓ તેમજ મહિલા પોલીસ જોડાઇ હતી. રેલી બાદ ટાઉન હોલ ખાતે બહેનોને દૂર્ગા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ બહેનોને પોતાના સ્વરક્ષણ માટેના કરાટેના દાવ બતાવવામાં આવેલ હતાં. ટ્રસ્ટના પ્રમુખ રેખાબેન એરવાડીયાએ જણાવ્યું હતું કે, બહેનોને શિક્ષણ સાથે સેલ્ફ ડિફેન્સ જરૂરી છે. આ તાલીમ મેળવી બહેનો પોતાની સુરક્ષા જાતે જ કરે તેમ ઉપસ્થિત મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું.
જયારે એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બાળાઓએ પોલીસ હથીયાર પ્રદર્શનનું નિદેર્શન કર્યું હતું. તેમજસી.સી.ટીવી કેમેરા કમાન્ડ એન્ડ કન્ટ્રોલરૂમ વિશે પોલીસ ઈન્સપેક્ટર દ્વારા વિસ્તૃત માહીતી સાથે બાળાઓએ રૂમની મુલાકાત લીધી હતી.



