


મોરબીના અવધ ચોકડી નજીકના વાડી વિસ્તારમાં છેલ્લા છ માસથી પાણીના ધાંધિયા હોય જેથી કંટાળી ગયેલી મહિલાઓએ અગાઉ પાલિકા કચેરી બાદ હવે પાણી પુરવઠા બોર્ડની કચેરીએ મોરચો માંડ્યો હતો જોકે જવાબદાર તંત્ર એકબીજાને ખો આપી જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કરતા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે
મોરબીના અવની ચોકડી પાછળ આવેલા વાડી વિસ્તારમાં પાણી વિતરણના ધાંધિયાથી પરેશાન મહિલાનું ટોળુ ત્રણ દિવસ પૂર્વે પાલિકા કચેરી બેડા સાથે પહોંચ્યું હતું અને બેડા સરઘસ કાઢી બેડા વગાડી વિરોધ કર્યો હતો જોકે મહિલાઓને તેમનો વિસ્તાર પાણી પુરવઠા બોર્ડ હસ્તક આવતો હોય અને ત્યાં રજૂઆત કરવાની લોલીપોપ આપી રવાના કરાઈ હતી જેથી આજે આ વિસ્તારની મહિલાઓનું ટોળું પાણી પુરવઠા બોર્ડ કચેરીએ બેડા સાથે દોડી ગયું હતું અને બેડા વગાડી પાણી આપવાની માંગ કરી હતી
જોકે મહિલાઓને પાલિકામાંથી ત્રણ દિવસ પૂર્વે જે જવાબ મળ્યો હતો તેવો જ જવાબ આ કચેરીએ આપવામાં આવ્યો હતો અને જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે તેમના વીસ્તારમાં પાલિકા કચેરી દ્વારા પાણી વિતરણ કરવામાં આવતું હોય અને આ અંગે કલેકટરને પત્ર લખવાની ખાતરી આપી હતી જોકે છ માસથી પાણી વિતરણના ધાંધિયાથી મહિલાઓ પરેશાન છે
તો અગાઉ પાલિકા કચેરી અને હવે પાણી પુરવઠા બોર્ડ કચેરીએ હાથ અધ્ધર કરી દીધા છે તો મહિલાઓનું ટોળું કલેકટર કચેરીએ જવાની તૈયારી દર્શાવી છે અને પાણી વિતરણ શરુ ના કરાય ત્યાં સુધી લડી લેવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરી હોવાનું જણાવ્યું હતું