મોરબીમાં વિનામૂલ્યે ચક્લીઘર, પાણીના કુંડા લેવા પક્ષીપ્રેમીઓનો ઘસારો

મોરબીમાં આજે સંસ્થા અને દાતાઓના સહયોગથી વિનામૂલ્યે ચકલીઘર, પાણીના કુંડા અને પ્લાસ્ટીકના ચબુતરા વિતરણ કરવામાં આવ્યા હતા.

મોરબીમાં આજે નવરંગ નેચર ક્લબ અને દાતાઓના સહયોગથી લુપ્ત થતી ચકલીની પ્રજાતિને બચાવવાના શુભ આશયથી ચક્લીઘર, માટીના પાણીના કુંડા અને પ્લાસ્ટિકના ચબુતરાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ૩૦૦૦ ચકલીઘર ઉપરાંત ૧ હજાર પાણીના કુંડા અને ૧૦૦૦ પ્લાસ્ટિકના ચબુતરાનું વિતરણ કરાયું હતું.

શહેરીકરણને પગલે ચકલી જેવા પક્ષીને પોતાનો માળો બનાવવા જગ્યા મળતી નથી જેથી ચકલીની પ્રજાતિ લુપ્ત થઇ રહી છે જેને બચાવવા આ સેવાભાવી સંસ્થા દ્વારા અભિયાન ચલાવાઈ રહ્યું છે આજે ચક્લીઘર અને પાણીના કુંડા વિતરણ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, આપાભાઈ કુંભાર વાડિયા, પ્રભુભાઈ ભૂત અને પ્રકાશભાઈ ચબાડ તેમજ સંસ્થાના અગ્રણી વી.ડી. બાલા અને જીતુભાઈ ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat