



મોરબીના વિસીપરા મેઈન રોડ પર ગત રાત્રીના જુના મનદુઃખનો ખાર રાખી બોલાચાલી બાદ મારમારી થઇ હતી જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના વિસીપરા મેઈન રોડ પર આવેલ ગર્લ્સ હાઈસ્કુલ નજીક યુસુફભાઈ ગફુરભાઈ જામ અને અમીદભાઈ સામતાણી વાતો કરતા હોય દરમિયાન આરોપી સુનીલ મનસુખભાઈ ભરવાડ તથા બે અજાણ્યા માણસો ત્યાં આવીને અમીદભાઈને જુના મનદુઃખનો ખાર રાખી ગાળો આપી લાકડાના ધોકા તથા લોખંડના પાઈપ વડે મારવા જતા યુસુફભાઈ છોડાવવા વચ્ચે પડતા તેને માથામાં તથા ડાબા હાથમાં ઈજા કરી રિક્ષામાં નાશી ગયા હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં યુસુફભાઈએ નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપસ હાથ ધરી છે.



