



માં આશાપુરાના પદયાત્રીઓની સેવા માટે સેવાકેમ્પ કાર્યરત કરવામાં આવ્યા છે. મોરબીના પાટીદાર ટાઉનશીપ નજીક આવો સેવાકેમ્પ કાર્યરત છે જેની નજીકથી એક શંકાસ્પદ બોલેરો ગાડી નીકળતા કેમ્પમાં કાર્યરત ગૌ રક્ષકોએ ગાડીનો ૩ કિમી સુધી પીછો કરીને ગાડીને પકડી પાડી હતી જે ગાડીના ચાલક સહિતના બે લોકો નાસી ગયા હતા અને બાદમાં ગાડીની તલાશી લેતા તેમાંથી ૨ ભેંસ અને ૨ પાડા મળી આવ્યા હતા જેને ગેરકાયદેસર રીતે કતલખાને ધકેલવામાં આવી રહ્યા હોવાનું જણાયું હતું.આ પશુને બચાવી લેવામાં આવ્યા હતા અને પશુઓથી ભરેલી ગાડી બી ડીવીઝન પોલીસને સોપવામાં આવી છે. બી ડીવીઝન પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે છે.

