મોરબીમાં કૃષ્ણ જન્મોત્સવના વધામણા, ઠેર ઠેર મટકીફોડના કાર્યક્રમો

નંદ ઘેર આનંદ ભયોના નાદથી આજે મોરબી શહેરની ગલીઓ ગુંજી ઉઠશે જગતના નાથ એવા કાનુડાના જન્મોત્સવને વધાવવા મોરબીએ ગોકુળીયો શણગાર સર્જ્યો છે અને ભવ્ય શોભાયાત્રા યોજાશે

આજે મોરબીના જડેશ્વર મહાદેવ મંદિરથી વિશ્વ હિંદુ પરિષદની આગેવાનો હેઠળ શોભાયાત્રા યોજાશે જેમાં બજરંગ દળ, શિવ શેના સહિતના સંગઠનો જોડાશે અને શહેરમાં ૨૦ થી વધુ સ્થળોએ મટકીફોડ સાથે અંગ કસરતના દાવો તેમજ રાસ ગરબાની રમઝટ જામશે તે ઉપરાંત શિવ શક્તિ ગ્રુપ દ્વારા નહેરુ ગેઇટ અંદર મટકી ફોડવામાં આવશે જેમાં કૃષ્ણ જન્મોત્સવ UJVANIU સાથે પ્લાસ્ટિક પ્રતિબંધ અંગે જાગૃતિ લાવવાના અનોખા થીમ સાથેનો શણગાર કરવામાં આવ્યો છે

જયારે બાળ ગોપાલ મિત્ર મંડળ ગ્રુપ નાગનાથ શેરી દ્વારા મટકીફોડનો કાર્યક્રમ યોજાશે તે ઉપરાંત સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં રામેશ્વર મિત્ર મંડળ દ્વારા મટકીફોડ સમારોહ યોજાશે તો મંદિરમાં કૈલાશ પર્વતના દર્શન ભક્તોમાં અનેરું આકર્ષણ જમાવી રહ્યા છે શહેરમાં ઠેર ઠેર મટકીફોડ સાથે નંદ ઘેર આનંદ ભયોના નાદ ગુંજી ઉઠશે તો બાળ ગોપાલના દર્શન કરવા ભક્તોનો મેળાવડો જામશે

Comments
Loading...
WhatsApp chat