


બોર્ડની પરિક્ષાઓ ચાલી રહી છે જેમાં આજે ધોરણ-૧૨ માં અર્થશાસ્ત્ર અને ગણિત વિષયના પેપર લેવાયા હતા.તેમાં ૪ કોપી કેસ નોંધાયા છે.
રાજયભરમાં ધોરણ ૧૦-૧૨ ની પરિક્ષાઓ ચાલી રહી છે ત્યારે મોરબીમાં ધોરણ ૧૨ માં અર્થશાસ્ત્ર (નવો કોર્ષ)માં કુલ ૫૧૯૦ પરિક્ષાર્થીઓમાંથી ૫૧૪૧ પરિક્ષાર્થીઓ હાજર રહ્યા હતા, અર્થશાસ્ત્ર (જુનો કોર્ષ)માં કુલ ૨૩૦ માંથી ૨૦૪ પરિક્ષાર્થીઓ હાજર રહ્યા હતા તો ગણિતના પેપરમાં કુલ ૧૦૧૬ માંથી ૧૦૧૫ પરિક્ષાર્થીઓ હાજર રહ્યા હતા.મોરબી જીલ્લાની મનીષ વિધાલય અને એમ.પી.શેઠ ગલ્સ હાઈસ્કુલ માંથી ૨-૨ કોપી કેસ નોંધાયા છે.

