મોરબીમાં બીનવારસી મૃતદેહોના અસ્થિઓનુ શાસ્ત્રોક્ત વિધી મુજબ સામૂહીક વિસર્જન

રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત જલારામ પ્રાર્થના મંદીર દ્વારા વિવિધ પ્રકારની માનવસેવા જેવી કે બીનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર, શબવાહીની સેવા, વૈકુંઠ રથ, અંતિમ યાત્રા બસ, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ સાંજે પ્રસાદ ની વ્યવસ્થા, પદયાત્રીઓ ની સેવા, અસ્થિ વિસર્જન, બ્લડ ડોનેશન વગેરે કોઈ પણ પ્રકાર ના નાત- જાત ના ભેદભાવ વિના પ્રદાન કરવા મા આવે છે. જે અંતર્ગત પ્રતિ વર્ષ જેટલા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હોય, તે ઉપરાંત જે કોઈ વ્યક્તિઓ પોતાના દીવગંત સ્વજનોના અસ્થિ વિસર્જન કરી શકે તેમ ન હોય તેવા દીવગંતોના અસ્થિનુ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા શાસ્ત્રોક્ત વિધી મુજબ અસ્થિ વિસર્જન કરવા મા આવે છે.

ચાલુ વર્ષે તા. ૨૨-૭-૨૦૧૮ રવિવારના રોજ શહેરના દરેક સ્મશાનેથી અસ્થિઓ એકત્રીત કરી લીલાપર રોડ સ્થિત વિદ્યુત શ્મશાન ખાતે લાવવામા આવશે જ્યાં શાસ્ત્રોક્ત વિધી કર્યા બાદ સંસ્થાના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થશે ત્યાર બાદ તા. ૨૩-૭-૨૦૧૮ સોમવારના રોજ પવિત્ર ત્રિવેણી સંગમમા હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ અસ્થિ વિસર્જન કરવામા આવશે. આ ભગીરથ કાર્યમા ટ્રસ્ટના પ્રમુખ ગીરીશ ભાઈ ઘેલાણી, હીતેશ જાની, ચિરાગ રાચ્છ, ફીરોઝ ભાઈ, ભાવિન ઘેલાણી, નિર્મિત કક્કડ, દીનેશ સોલંકી, રાજુભાઈ ગણાત્રા, વિપુલ પંડીત, બદ્રીપ્રસાદ અગ્રાવત સહીતના અગ્રણીઓ જોડાશે.

સંસ્થા દ્વારા મોરબી શહેરના દરેક સ્મશાનમા સંસ્થાનો અસ્થિ કુંભ મુકવામા આવેલ છે, જે કોઈ વ્યક્તિઓ પોતાના દીવંગત સ્વજનોના અસ્થિ વિસર્જીત કરી શકેલ ન હોય તો તા. ૨૧-૭ શનિવાર સુધીમા અસ્થિઓ કુંભમા મુકી જવા જલારામ સેવા મંડળ પ્રમુખ નિર્મિત કક્કડની યાદી મા જણાવ્યુ છે.

Comments
Loading...
WhatsApp chat