મોરબી પોસ્ટ ઓફિસમાં પરીક્ષા ફીના ચલણ મામલે હોબાળો, ધારાસભ્ય-પોલીસ દોડી ગયા

ઉમેદવારોનો વારો નાં આવતો હોવાની રાવ, વ્યવસ્થા ગોઠવ્યા બાદ સંતોષ

હાલ રાજ્ય સરકાર દ્વારા તલાટી મંત્રી સહિતની ખાલી જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવામાં આવી રહી છે જેની ફીના ચલણ ભરવા માટે પોસ્ટ ઓફિસમાં લાઈનો લાગે છે અને વિદ્યાર્થીઓની ફરિયાદને પગલે ધારાસભ્ય આજે પોસ્ટ ઓફીસ દોડી ગયા હતા

મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં તલાટી મંત્રી સહિતની પરીક્ષાની ફીના ચલણ ભરવાની લાઈનો લાગે છે અને બુધવારે અંતિમ દિવસ હોય અને કાઉન્ટર સવારે ૯ થી બપોરે ૨ સુધી જ ખુલ્લું રહેતું હોય જેથી ફીના ચલણ ભરવામાં ઉમેદવારોનો વારો આવતો ના હોય જેથી હોબાળો મચ્યો હતો અને ધારાસભ્યને જાણ કરતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા તેમજ પાસ અગ્રણી મનોજ પનારા મુખ્ય પોસ્ટ ઓફીસ પહોંચી ગયા હતા જ્યાં ઉમેદવારોનો પ્રશ્ન સંભાળ્યો હતો અને કાઉન્ટર સવારે ૯ થી બપોરે ૨ સુધી જ ખુલ્લું રહે છે તે પોસ્ટ ઓફીસના અધિકારી સાથે વાતચીત કરીને સમય લંબાવવા અને ઉમેદવારોની ફી ભરાય જાય તેવી વ્યવસ્થા કરી હતી

તો સ્થળ પર પહોંચેલા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે એક જ કાઉન્ટર ચાલુ હોય અને અન્ય કાઉન્ટર માં યોગ્ય કામગીરી ના થતી હોય જેથી જરૂરી સૂચનાઓ આપી ઉમેદવારોને સમસ્યાનો સામનો કરવો ના પડે તેવા પ્રયાસો કર્યા છે તો ઉમેદવારોના હોબાળાને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો

પુરતો સ્ટાફ નથી : પોસ્ટ ઓફીસ અધિકારી

મોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસના અધિકારી વી.સી. મહેતા જણાવે છે કે તેની પાસે પુરતો સ્ટાફ નથી અને કાઉન્ટર સવારે ૯ થી બપોરે ૨ સુધી ચાલુ રાખે છે પરંતુ લોકોનો ઘસારો વધુ હોય જેથી પહોંચી શકાતું નથી જોકે ફી ભરવાનો બુધવારે છેલ્લો દિવસ છે જેથી ૨૫૦ ફીના ચલણ ભરાય તેવી ખાતરી આપી હતી

Comments
Loading...
WhatsApp chat