Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી નગરપાલિકામાં વ્યવસાય વેરો ભરવામાં અરજદારોને પરેશાની

ગત વર્ષનું સરવૈયું માંગી હેરાન કરાતા હોવાની રાવ

મોરબી નગરપાલિકામાં આસામીઓને ભરવાનો થતો વ્યવસાય વેરો ભરવાનો હાલ સમયગાળો ચાલી રહ્યો છે જેથી અનેક અરજદારો સમયસર વેરો ભરવા કચેરી પહોંચી રહ્યા છે પરંતુ કચેરીમાં જુનું સરવૈયું અને પહોંચનો આગ્રહ રાખી અરજદારોને પરેશાન કરવામાં આવતા હોવાની રાવ ઉઠી રહી છે

મોરબી નગરપાલિકા કચેરીના વ્યવસાય વેરો ભરવાનો સમય ૩૦ સપ્ટેમ્બર સુધીનો હોય છે અને ત્યારબાદ વ્યાજ સહીત ભરવાનો થતો હોય છે જેથી જાગૃત નાગરિકો સમયસર વ્યવસાય વેરો ભરવા માંગતા હોય છે જોકે વેરા કચેરીમાં અરજદારોને જૂની પહોંચ માંગી ધક્કો ખવડાવાય છે તેમજ જુનો રેકોર્ડ તેની પાસે અપડેટ થયો નથી તેવા જવાબ આપવામાં આવે છે જેથી જાણી જોઇને કચેરીમાં સમયસર વેરો ભરવા દેતા નથી જેથી ૩૦ સપ્ટે. નો સમય વીતી જાય અને નાગરિકોને વ્યાજ સાથે ભરવો પડે તેવું ષડ્યંત્ર રચતા હોવાનો આરોપ અરજદારો કરી રહયા છે

તો આ મામલે પાલિકાના વ્યવસાય વેરા અધિકારી ચંદ્રેશ દંગી સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે જુનું લેણું બાકી છે કે ભરાઈ ગયું છે તે માટે સરવૈયું માંગી રહ્યા છે અને વહીવટી સરળતા ખાતર સરવૈયાનો આગ્રહ રાખવામાં આવે છે જેમાં આસામીઓ પણ સહયોગ આપે તેવી આશા વ્યક્ત કરી હતી

Comments
Loading...
WhatsApp chat