

મોરબી જીલ્લામાં નાની સિંચાઈ યોજનામાં થયેલા મસમોટા કોભાંડમાં અધિકારીઓ અને મળતીયાઓ બાદ પોલીસે હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયા અને મળતિયા વકીલ ભરત ગણેશીયાને ઝડપી લઈને જેલહવાલે કર્યા છે જેમાં આરોપી વકીલે કરેલી જામીન અરજીને પગલે કોર્ટે વચગાળાના જામીન મંજુર કર્યા છે આરોપી વકીલ ભરત ગણેશીયાને તા. ૦૨ ના રોજ નોટરીની પરીક્ષા આપવાની હોય અને તે પરીક્ષા માટે વચગાળાના જામીન અરજી એડવોકેટ દિલીપ અગેચણીયા અને એમ ડી ગણેશીયા મારફત કરી હોય અને કોર્ટે વચગાળાના જામીન મંજુર કરી રાહત આપી છે તો આરોપીએ તા. ૦૩ ના રોજ હાજર થવા આદેશ આપ્યો છે