મોરબી જીલ્લામાં આરટીઓની જીજે ૩૬ પી ની નવી સીરીઝ ખુલશે

ઓનલાઈન ઈ ઓક્શનથી પસંદગીના નંબરો મેળવી શકાશે

        મોરબી આરટીઓ દ્વારા ટૂ વ્હીલર વાહનો માટે જીજે ૩૬ પી ૦૦૦૧ થી ૯૯૯૯ ની નવી સીરીઝ તા. ૧૫-૦૪-૧૯ થી શરુ કરવામાં આવનાર છે જેમાં પસંદગીના નંબરો ઓનલાઈન ઈ ઓક્શનથી ફાળવવામાં આવશે

        પસંદગીના નંબર મેળવવા માટે નિયત ફી રૂ ૧૦૦૦ તથા ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી રૂ ૫૦૦૦ તેમજ સિલ્વર નંબરની ઓછામાં ઓછી ફી ૨૦૦૦ સરકારે નક્કી કરેલ છે જીજે ૩૬ પી સીરીઝમાં પસંદગી નંબર માટે અરજી જે વાહનોનો ટેક્ષ મોરબી એ.આર.ટી.ઓ. કચેરી ખાતે ભરપાઈ કરવામાં આવેલ હોય અને નોંધણી માટે અધિકારીની સહી થયેલ હોય તેવા જ ફોર્મને પસંદગી નંબર માટે ધ્યાને લેવામાં આવશે પસંદગીના નંબરો મેળવવા માટે તા. ૧૩-૦૪-૧૯ સુધી https.//parivahan.gov.in./fancy/ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તા. ૧૪-૦૪ ના રોજ સવારે ૯ થી તા. ૧૫-૦૪ ના રોજ સાંજે ૪ કલાક સુધી ઓનલાઈન ઈ ઓક્શન ખુલ્લું રહેશે તેમજ તા. ૧૫-૦૪ ના રોજ સાંજે ૫ કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલ ઈ ઓક્શનનું પરિણામ નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે તેમજ પરિવહન સાઈટ પર ઓનલાઈન પણ જોઈ શકાશે

        ઈ ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમનું દિવસ ૫ માં ઈ પેમેન્ટ દ્વારા ભરણું કરવાનું રહેશે તેમ મોરબી આરટીઓ કચેરીની યાદીમાં જણાવ્યું છે 

Comments
Loading...
WhatsApp chat