Billboard ad 1150*250

મોરબી જીલ્લામાં વરસાદ બંધ થાય બાદમાં ખેતીને નુકશાનીનો સર્વે કરાવો

0 118
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

સાંસદ મોહનભાઈ કુંડારિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

        મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે સારા વરસાદને પગલે ખેડૂતોને સારી ઉપજની આશા જન્મી હતી જોકે છેલ્લે પડેલા વરસાદથી ખેતીના પાકને નુકશાન થયું હોય જેથી વરસાદ બંધ થાય બાદમાં નુકશાની સર્વે કરાવાય તેવી રજૂઆત અંગે સાંસદે સીએમને પત્ર લખ્યો છે

        સાંસદ મોહનભાઈ કુંડારિયાએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં ૧૦ ટીમો બનાવીને ખેતીવાડી ખરીદ પાકોને થયેલ નુકશાની સર્વે કરેલ છે જે ખરેખર ખેડૂતોને અન્યાયકર્તા છે કારણકે છેલ્લા ૧૫ દિવસમાં ભારે વરસાદને પગલે મગફળી, કપાસ, તલી, જુવાર, બાજરી, શાકભાજી સહિતના પાકોને ભારે પવન અને સુકારોને કારણે ઘણી જ નુકશાની થયેલ છે જેથી ખરા અર્થમાં વરસાદ બંધ થાય ત્યારબાદ જ નુકશાની સર્વે કરવાથી સાચા આંકડા મળી સકે અને સરકાર તથા ખેડૂતો દ્વારા ફસલ વીમા યોજનામાં ભરાયેલ વીમા પ્રીમીયમ રકમનું ખરા અર્થમાં વળતર મળી સકે જેથી વરસાદ બંધ થાય તુરંત જ યોગ્ય સર્વે કરી ખેડૂતોને ન્યાય મળે તેવી યોગ્ય કાર્યવાહી કરવા ખાસ ભલામણ અને માંગ કરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat