મોરબી પંથકમાં બે જુગાર દરોડામાં આઠ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી પંથકમાં રવિવારે એ ડીવીઝન પોલીસ અને તાલુકા પોલીસે બે સ્થળે જુગારના દરોડા કર્યા હતા જેમાં આઠ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડીવીઝન પોલીસ જાગરણ નિમિતે રાત્રીના સમયે બાતમીને આધારે હાઉસિંગ બોર્ડ શનાળા રોડ પર દરોડો કરતા જાહેરમાં જુગાર રમતા પ્રશાંત દિનેશભાઈ અગ્રાવત, નીલેશ રાજેન્દ્રભાઈ અગ્રાવત, નીતિન રાજેન્દ્રભાઈ અગ્રાવત અને આશિષ ગુણવંતરાય દેવમુરારી એમ ચારને ઝડપી લઈને રોકડ રકમ ૨૭,૯૭૦ જપ્ત કરી છે

જયારે મોરબી તાલુકા પોલીસની ટીમ જાગરણ અંગે પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકાના શાપર ગામે આંગણવાડી પાછળ જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કરતા મહેશ હરખા પાંચિયા, પુના હીરાભાઈ પાંચિયા, પૈયા સિદ્ધરાજભાઈ હમીરપરા અને પ્રદ્યુમનસિંહ રણુભા જાડેજા એમ ચારને ઝડપી લઈને ૧૧,૦૯૦ ની રોકડ રકમ જપ્ત કરી છે

Comments
Loading...
WhatsApp chat