મોરબીમાં એટીએમ ફ્રોડની સિલસિલો, વધુ એક ખાતામાંથી ૧.૦૯ લાખની રકમ છુંમંતર

લોકોને જાગૃતતા દાખવવા ગ્રાહક સુરક્ષા મંડળની અપીલ

મોરબી શહેરમાં એટીએમ ફ્રોડના એક બાદ એક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે જેમાં વધુ એક એસબીઆઈ ખાતામાંથી એક લાખથી વધુની રકમ ગાયબ થઇ છે તો વધતા એટીએમ ફ્રોડથી બચવા લોકોને જાગૃતતા દાખવવા અપીલ કરવામાં આવી રહી છે

મોરબીના મહેન્દ્રપરાના રહેવાસી તસ્લીમબાનું શબીર હુશેન મામદાણીને ફોન આવ્યો હોય જેમાં એસબીઆઈ બેંક ગોરેગાવથી બોલતા હોવાની ઓળખ આપીને અને પોતાના ખાતાની વિગતો આપતા દશ મિનીટમાં ૧,૦૯,૦૨૮ રૂ ખાતામાંથી ઉપડી ગયા હતા અને ગ્રાહક હવે બેન્કે ધક્કા ખાઈ છે પરંતુ જવાબ નથી મળતો તાજેતરમાં ત્રણ વ્યક્તિ આવી છેતરપીંડીમાં અમદાવાદમાં પકડાઈ છે તો સૌરાષ્ટ્રમાં અવ કેસોની તપાસ કરી ગુનેગારો સુધી પહોંચવાની તસ્દી લેવી જોઈએ તો આવા બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે

જેથી ગ્રાહકોને જાગૃતિ દાખવવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ અપીલ કરી છે સાથે જણાવ્યું છે કે બેંક ગ્રાહકે ક્યારેય ફોનમાં કોઈ વિગત આપવી નહિ અને બેંક ક્યારેય ફોન પર ખાતાની તેમજ એટીએમની માહિતી માંગતી નથી તો આવા બાનાવો રોકવા લોકો જાગૃત બને તેવી અપીલ કરી છે

Comments
Loading...
WhatsApp chat