

મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે તંત્ર અનેકવિધ કસરતો કરી રહ્યું છે જેમાં ગત માસે શહેરમાં ભારે વાહનોના પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જે સવારે ૭ થી રાત્રીના ૧૦ સુધી અમલી બનાવ્યા બાદ હવે સવારે ૯ થી રાત્રીના ૯ સુધી ભારે વાહનોની પ્રવેશબંધી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે
મોરબી પોલીસ અધિક્ષક દ્વારા ટ્રાફિક સમસ્યાના નિવારણ અંગે શહેરમાંથી ભારે વાહનોની પ્રવેશબંધી માટેની દરખાસ્તને પગલે મોરબી જીલ્લા કલેકટર દ્વારા ભારે વાહનોના પ્રવેશબંધી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં સવારે ૯ થી રાત્રીના ૯ વાગ્યા સુધીમાં શહેરના ૧૧ માર્ગો પર પ્રવેશબંધી ફરમાવી છે
જેમાં શોભેશ્વર રોડ, કુબેર સિનેમા સામે હાઇવે રોડથી શહેરમા પ્રવેશ, નજરબાગ રેલવે સ્ટેશન નજીકના રેલવે ફાટકથી, ગેંડા સર્કલથી પ્રવેશબંધ, વેજીટેબલ રોડ પરના સ્મશાનના મુખ્ય ગેઇટ સામે રોડ પરથી, નવલખી રોડ પાર આવેલ સ્મશાનના મુખ્ય ગેઇટ સામે, અમરેલી રોડ જે વિસીપરા ફાટકથી મોરબી શહેરમાં પ્રવેશ, વાવડી રોડ, પાર આવેલ હનુમાન મંદિર (માધાપરના ખૂણે) થી પ્રવેશ, પંચાસર રોડ પાર ગીતા ઓઇલ મિલથી , શનાળા રોડ પાર જીઆઈડીસી નાકા પછી, રવાપર ચાર રસ્તાથી મોરબી શહેર અંદરના રસ્તે, અને જેલ રોડ પાર આવેલ ઇલેક્ટ્રિક સ્મશાનના મુખ્ય ગેઇટ સામે રોડ પરથી પ્રવેશબંધ અંગે જણાવ્યું છે.
જોકે તંત્રના અનેક જાહેરનામાં અમલી છે પરંતુ તેનો અમલ કરાવવામાં બેદરકારી સામે આવતી હોય છે ત્યારે આ જાહેરનામાંનો અમલ થાય છે કે પછી માત્ર કાગળ પર જ રહે છે તે જોવાનું રહ્યું



