ખાનપર ખરાવાડની જગ્યા મામલે ખેડૂતો છેક સુધી લડી લેવાના મૂડમાં

દલિત સ્મશાન માટે ફાળવેલા ૨૦ ગુઠા જમીન પરત મેળવવા માટે લડત

મોરબીના ખાનપર ગામે ગુરુવારે દલિત સમાજના આંદોલન બાદ તંત્રએ જમીન ફાળવવા હુકમ કર્યા બાદ ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને આજે કલેકટર કચેરીએ  ખેડૂતોના ટોળા એકત્ર થયા હતા તેમજ સોમવારે ખેડૂતો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે.

ખાનપર ગામે ગુરુવારે ખેડૂતોએ તંત્રના નિર્ણયનો વિરોધ કર્યો હતો. દલિત સ્મશાન માટે ફાળવેલી જગ્યા ખરાવાડની હોય જેથી ખેડૂતોએ કરેલા વિરોધ બાદ આજે ખેડૂતો મોટી સંખ્યામાં કલેકટર કચેરીએ એકત્ર થયા હતા અને કલેકટરને લેખિત રજૂઆત કરી હતી તેમજ ગામના સરપંચ ખંતીલ ભીમાણીએ જણાવ્યું હતું કે ગામની માંગ એવી છે કે ખરાબો જે તે અધિકારી દ્વારા તબદીલ કરવામાં આવ્યો હોય જેથી અધિકારી સામે વાંધા અરજી દાખલ કરશે તેમજ સોમવારે ગાંધીનગર ખાતે સરકારમાં રજૂઆત કરવા ખેડૂતો જશે અને સરકાર કેવો પ્રતિભાવ આપે છે ત્યારબાદ આગામી કાર્યક્રમ નક્કી કરાશે જોકે ૨૦ ગુઠા જમીન જે ફાળવવાનો નિર્ણય કરાયો છે તે પરત નહિ મળે ત્યાં સુધી ખેડૂતો શાંત નહિ બેસે અને લડત ચાલુ રહેશે તેવો હુંકાર કર્યો હતો.

જયારે આ મામલે મોરબી જીલ્લા અધિક કલેકટર કેતન જોષીએ જણાવ્યું હતું કે દલિત સ્મશાન માટે જમીન ફાળવવા કલેકટરે કરેલા નિર્ણયમાં જે જગ્યા ખરવાડની હોય તેવી માંગ સાથે ખરાવાડ જમીનમાં સ્મશાન કેમ નિયુક્ત થાય તેવી રજૂઆત લઈને ખેડૂતો મળ્યા હતા આ જગ્યા રાજ્ય સરકારે ૨૦૧૬ માં ખરાબો કર્યો હોય જેથી આ બાબતે સ્થાનિક તંત્ર કોઈ ફેરફાર કરી સકે નહિ, ખેડૂતોની રજૂઆત લઈને રાજ્ય સરકાર સુધી તેમની રજૂઆત પહોંચાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.

 

ખરાવાડ મામલે અન્ય ખેડૂતોનો પણ સહયોગ

ખાનપર ગામના સરપંચે જણાવ્યું હતું કે ખરાવાડનો પ્રશ્ન માત્ર તેના ગામ પુરતો નથી અને અન્ય ગામોમાં પણ પ્રશ્નો હોય જેથી ખાનપર ઉપરાંત અન્ય ગામના ખેડૂતો પણ તેમણે ટેકો આપી રહ્યા છે તો અન્ય ગામના ખરાવાડના પ્રશ્ને પણ સરકારમાં રજૂઆત કરાશે તેમજ સરકાર સામે લડત ચલાવાશે

 

Comments
Loading...
WhatsApp chat