હળવદમાં “એક શામ શહીદો કે નામ” કાર્યક્રમ યોજાયો

 

હળવદ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો તથા નગરપાલિકા હળવદ આયોજીત “એક સામ શહીદો કે નામ” કાયૅક્માં કલાકારો એ રંગત જમાવી

હળવદ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો તથા નગરપાલિકા હળવદ આયોજીત એક શામ શહીદો કે નામ શહીદ દિન ની પુવૅ સંધ્યા એ શહીદોની યાદ માં લોક ડાયરો યથા દેશભક્તિ ગીતમય સંગીત સંધ્યા નું સુદર આયોજન કરવામાં આવ્યું હતું , આ કાર્યક્રમમાં પુવૅ સૈનિકો એકસઆમી મેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમનુ સન્માન કરાયું હતું, 23 માચૅ એટલે શહીદ દિવસ વીરભગતસિહ, વીરસુખદેવસિહ, વીર રાજયગુરુ, એ દેશ માટે શહીદી વહોરી હતી આ શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા લક્ષ્મી નારાયણ ચોકમાં એક શામ શહીદો કે નામ કાયૅક્મ રાખવામાં આવ્યો જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઝાલાવાડ કાઠિયાવાડ ગુજરાત ના હાસ્ય સમ્રાટ સાહિત્ય કાર હકાભા ગઢવીડાયરા માં લોકો ને પેટ પકડી હસાવ્યા હતા ઉપસ્થિત લોકો મંત્ર મુકી કરી દીધા હતા સાથે સાથે પ્રિતી દવે, હાદિક દવે, મહેમુદ, શિવરંજની ગુપ ના અન્ય કલાકારો રંગત જમાવી હતી,

 

 

આ પ્રસંગે હળવદ નગરપાલિકા પ્રમુખ હીનાબેન અજયભાઈ રાવલ, ઉપ, પ્રમુખ જયેશભાઈ પટેલ પુવૅ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, દાદાભાઈ ડાગંર, બિપીન ભાઈ દવે, ધનશ્યામભાઈ ગોહિલ, રંજનીભાઈ સંઘાણી, નવીનભાઈ મદ્રેસાણીયા, વલ્લભભાઈ, સંદીપ પટેલ નાગરભાઈ દલવાડી, સંદિપ પટેલ તપનભાઈ દવે, સહીતના કાયૅકરો તથા નગરપાલિકા સ્ટાફ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતાં,
 

 

 

Comments
Loading...
WhatsApp chat