



વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સિરામિક એકમમાં મજુરીના પૈસાની લેતી દેતી મામલે ૩ શખ્સોએ યુવાનને મારમાર્યો હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકાના પોલીસ મથકમાં નોંધાઈ છે.
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ સાયન્ફીકાસિરામિક એકમમાં રહીને મજુરી કામ કરતા અને મૂળ આગ્રાના વતની જીતેન્દ્રસિંહ હરીલાલ નાઈ (ઉ.૨૨) વાળાને આરોપી સુરવીર ઉર્ફે સત્તુભાઈ ગુર્જર પાસેથી મજુરીના પૈસા લેવામાં હોય જેની જીતેન્દ્ર્સીન્હેં માંગણી કરતા આરોપી સુરવીર ઉર્ફે સત્તુભાઈ ગુર્જર, દિનેશ જયાપ્રસાદ ગુર્જર અને દિનેશ તુલસીરામ ગુર્જરે ઉશ્કેરાય જઈને જીતેન્દ્રસિંહ સાથે બોલાચાલી કરીને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ જીતેન્દ્ન્રસીન્હેં વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



