માળિયામાં ગંદકી મામલે તંત્રને અલ્ટીમેટમ, નગરપાલિકાને તાળાબંધીની ચીમકી

સફાઈ કામદારો ૨૦ દિવસથી હડતાલ પર, શહેરમાં ગંદકીના ગંજ

માળિયા નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાલને પગલે શહેરમાં ગંદકીના ગંજ ખડકાયા છે અને હાલ તહેવારોની મોસમ હોય જેથી ગંદકીથી ત્રસ્ત નગરજનોએ મામલતદારને રજૂઆત કરી સફાઈ માટે તાકીદ કરી છે અન્યથા નગરપાલિકા કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે

માળીયાના રહેવાસી અબ્બાસ જેડા અને માળિયા નગરજનો દ્વારા માળિયા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૧ ઓગસ્ટથી સફાઈ કામદારોની હડતાલથી ગંદકી વધી છે અને ગટર ઉભરાઈ રહી છે જેથી દુર્ગંધ ફેલાઈ છે માળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને ચૂંટાયેલા કાઉન્સીલરોની જવાબદારી છે પરંતુ તે જવાબદારી નિભાવતા નથી અને પક્ષ અને તેમના અહમને કારણે શહેરી પ્રજાના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે અને ભયંકર રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે છેલ્લા ૨૦ દિવસથી સફાઈ કર્મચારીઓની હડતાલ ચાલી રહી છે પરંતુ નિવેડો લાવવા પ્રયાસ થતા નથી

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે આગામી દિવસોમાં ઈદ ઉપરાંત રક્ષાબંધન, સાતમ આઠમના તહેવારો આવી રહ્યા છે જેથી તાકીદના ધોરણે સ્વચ્છતા અભિયાન શરુ કરવા માંગ કરી છે અને ચાર દિવસમાં સ્વચ્છતા કાર્ય પૂર્ણ નહિ કરવામાં આવે તો તા. ૨૪ ના રોજ રોજ નગરપાલિકા કચેરીને તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે

Comments
Loading...
WhatsApp chat