Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઢગલામાં આગ, કપાસનો જથ્થો બળીને ખાખ

મોરબીના માર્કેટિંગ યાર્ડમાં આજે લાભ પાંચમના શુભ મુર્હતે કપાસની મબલખ આવક થવા પામી હતી અને પાંચમનું મુર્હત ખેડૂતોએ સાચવ્યું હતું તો બીજી તરફ આજે યાર્ડના ગ્રાઉન્ડમાં રાખેલા કપાસના જથ્થામાં આગ ભભૂકી ઉઠતા ફાયરની ટીમ દોડી ગઈ હતી

મોરબી માર્કેટિંગ યાર્ડેના ગ્રાઉન્ડમાં પડેલા કપાસના જથ્થામાં ઓચિંતી આગ ભભૂકી ઉઠતા ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયર ટીમના વિનયભાઈ ભટ્ટ, કાર્તિક ભટ્ટ, પ્રીતેશ નગવાડીયા અને જયેશ પરમાર સહિતની ટીમ સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો જોકે આગ ક્યાં કારણોસર લાગી તે સ્પષ્ટ બન્યું નથી તો આગને કારણે કોઈ જાનહાની થવા પામી નથી જેથી ફાયરની ટીમે અને યાર્ડ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો

Comments
Loading...
WhatsApp chat