માળિયા (મી.)માં ઘરમાં ઘુસી છરીની અણીએ ૧.૮૨ લાખની લુટ



માળિયા ગામે રહેતા મીનાજબેન શાહબુદીનભાઈ ગોપાણી(ઉ.૪૧)એ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગતરાત્રીના ૧૦:૩૦ વાગ્યાની આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે માળીયાના મહેશ તથા ફારુક દિલાવર જેડા તેમજ બે અજાણ્યા શખ્સો અચાનક તેમના દરવાજા તોડી તેના ઘરમાં પ્રવેશ્યા હતા અને છરી બતાવી ધમકીઓ આપી,ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી રોકડ રૂ.૧.૮૦ લાખ,૧ મોબાઈલ કિમત-૫૦૦ અને ૪ ઘડિયાળ કિમત-૧૬૦૦ એમ કુલ મળીને ૧,૮૨,૧૦૦ની લુટ ચલાવી નાશી છુટ્યા હતા.માળીયા પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ લુટનો ગુનો નોંધી તેને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.