

મોરબીના મહેન્દ્રનગર ગામે ગત મોડી રાત્રીના બઘડાટી બોલી હતી જેમાં રૂપિયાની ઉઘરાણી મામલે યુવાનને છરીનો ઘા ઝીંકી દઈને ઈજા પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના મહેન્દ્રનગર ગામના ર્હેવાસ્સી અમિતભાઈ વાઘજીભાઈ વડગાસીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મોટા બાપાના દીકરા વલ્લભભાઈ ઉર્ફે વિશાલભાઈને આરોપી રમેશ પ્રેમજી વસીયાણી પાસેથી સ્પેર પાર્ટના પૈસા લેવાના બાકી નીકળતા હોય જે પૈસાની ઉઘરાણી કરતા આરોપી રમેશ પ્રેમજી વસીયાણી રહે. વાવડી, અને તેની સાથે બે અજાણ્યા માણસો અને એક અજાણ્યા બહેન એ ચારે મળીને વલ્લભભાઈને લાકડાના ધોકાથી માર મારી આરોપીએ છરીનો ઘા છાતીમાં ઝીંકી દેતા ગંભીર ઈજા કરી છે બી ડીવીઝન પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે