લોકસભાની ચૂટણીમાં ભાજપને જંગી બહુમતીથી જીત આપવવા જીલ્લા ભાજપના સ્નેહમિલનમાં આહ્વાન

મોરબી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પરિવારનું સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ પ્રદેશ ભાજપના પ્રવક્તાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લાભરના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

મોરબી જીલ્લા ભાજપ દ્વારા નવલખી રોડ પર આવેલ મિલન પાર્ટી પ્લોટ ખાતે ભાજપ પરિવારનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરતભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં મોરબી અને રાજકોટના સાંસદમોહન કુંડારિયા, પૂર્વ ધારાસભ્યો કાન્તિલાલ અમૃતિયા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સંગઠનને મજબુત બનાવી આવનારી ચૂટણીમાં મોરબી જીલ્લામાં લોકસભાની ચાર બેઠકો લાગુ પડતી હોવાથી ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારને જંગી બહુમતી મળે તે માટે કમર કસી લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું આહ્વાન કરવામાં આવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat