મોરબીના લોહાણા વિદ્યાર્થી ભવનમાં અડધી રાત્રે આગથી દોડધામ

        મોરબીના લોહાણા વિદ્યાર્થી ભવનના ઉપરના રૂમમાં અડધી રાત્રીના ઓચિંતી આગ ભભૂકી ઉઠતા ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયરે આગ પર કાબુ મેળવ્યો હતો.

        લોહાણા વિદ્યાર્થી ભવનમાં ઉપરના માળે આવેલા સ્ટોર રૂમમાં રાત્રીના ત્રણ વાગ્યાના સુમારે ઓચિંતી આગ લાગતા ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો આ રૂમમાં ગાદલા, જુના ચોપડા અને ચુલા સહિતનો વધારાનો જુનો સામાન પડેલો હતો અને સ્ટોર રૂમમાં પડેલો સામાન બળી ખાખ થયો હતો

      જોકે આગને પગલે કોઈ જાનહાની ના થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો તેમજ આગ શોટ સર્કીટને પગલે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

 

Comments
Loading...
WhatsApp chat