Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદમાં “એક શામ શહીદો કે નામ” કાર્યક્રમમાં આજે રાત્રે હકાભા ગઢવી રંગત જમાવશે

આવતીકાલે શહીદ દિવસ નિમિતે હળવદ નગરપાલિકા તથા ભારતીય જનતા યુવા મોર્ચો દ્વારા શહીદોની યાદમાં “ એક શામ શહીદો કે નામ’ નામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.જેમાં સાહિત્યકાર હકાભા ગઢવી ડાયરાની રંગત જમાવશે.

 

23 માર્ચ એટલે  શહીદ દિવસ, વીર ભગતસિંહ , વીર શુખદેવ અને વીર રાજ્યગુરુ એ દેશ માટે શહીદી વ્હોરી હતી.તો આ શહીદોને તેમને શ્રધ્ધા સુમન પાઠવવા માટે  છોટેકાશી તરીકે જગવિખ્યાત હળવદ શહેર માં યુવા ભાજપ અને નગરપાલિકા  દ્વારા આજે રાત્રીના ૯ કલાકે લક્ષ્મીનારાયણ ચોક હળવદ ખાતે “એક શામ શહીદો કે નામ” નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.આ કાર્યક્રમમાં પ્રખ્યાત સાહિત્યકાર હકાભા ગઢવી ડાયરાની રંગત જમાવશે.તેમજ  સાથે સાથે પ્રીતેશભાઈ દવે, મહેમુદભાઈ શેખ અને હાર્દિકભાઈ દવે પણ લોકોને મનોરંજન પૂરું પાડશે.

Comments
Loading...
WhatsApp chat