

તાજેતરમાં હળવદમાં બજરંગ દળના સંયોજક પર થયેલા હુમલાના વિરોધમાં આજે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા જીલ્લા કલેક્ટર ને આવેદન આપવામા આવ્યુ હતું
હળવદમા બજરંગ દળ સંયોજક ભાવેશભાઈ ઠક્કર પર તલવાર વડે હુમલો કરવામા આવ્યો હતો જે મામલે આજે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા જીલ્લા કલેક્ટર ને ઘટનાની તટસ્થ તપાસ થાય તેમજ આરોપીઓ સામે તુરંત જ કાર્યવાહી થાય અને કડકમા કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. જીલ્લા કલેકટરને આવેદન આપતી વેળાએ વિહીપ સંયોજક પ્રવિણભાઈ ત્રિવેદી, વિહીપ અધ્યક્ષ ચંદ્રવદનભાઈ પુજારા, વિહીપ મંત્રી નિર્મિત કક્કડ, વિહીપ કાર્યવાહક ગીરીશભાઈ ઘેલાણી, બજરંગ દળ અધ્યક્ષ કમલ દવે, સંયોજક જીજ્ઞેશ મિસ્ત્રી સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.