

પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલએ અમદાવાદ થી પાટીદાર સંકલ્પ યાત્રા શરુ કરી હતી જે હળવદ રોડ-શો કર્યા બાદ મોરબીના રામધન આશ્રમ આવી પોહચી હતી વિશાળ કાર રેલીના કાફલા સાથે પાસ ના કન્વીનર હાર્દિક પટેલ સહીતના પાટીદારો રામધન આશ્રમ ખાતે ઉમટી પડ્યા હતા અને માં ઉમીયાના હાર્દિક પટેલે દર્શન કર્યા હતા અને બાદમાં ટંકારાના નેકનામ ખાતે હાર્દિક પટેલ રાત્રીના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મળતી વિગત મુજબ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રાત્રીના ૧૦ વાગ્યા બાદ મંજુરી વગર લાઉડસ્પીકર વગાડી ન શકાય જેમાં ગત રાત્રીના મોરબીમાં પાટીદાર સંકલ્પ યાત્રા પહોચી હતી અને બાદમાં ટંકારાના નેકનામ ગામ ખાતે જસવંત લાધાભાઇ લાલપરાના ખેતરમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ સભા રાત્રીના ૧૧:૧૫ ના અરસામાં થઇ હતી. જાહેરનામાના ભંગ બદલ ખેતર માલિક જસવંત લાલપરા અને અન્ય ચાર સાથીદારો દીપક જાદવજી,ભાયલાલ હીરજીભાઈ ભોરણીયા,હર્ષદભાઈ અવચરભાઈ સેરસીયા અને ખોડીદાસ વાલજીભાઇ ભોરણીયા સામે રાત્રીના ૧૦ વાગ્યા બાદ મજુરી વગર સ્પીકર વગાડાતા સુપ્રીમ કોર્ટના જાહેરનામાના ભંગ બદલ ટંકારા પી.એસ.આઈ કે.જી.તેરૈયાએ ફરિયાદી બનીને ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.