


જીલ્લા રમતગમત કચેરી મોરબી દ્વારા આયોજિત સશ્રતો મુકરજી ફૂટબોલ ટુર્નામેન્ટમાં શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ મોરબીના છાત્રોએ સૌને મંત્રમુગ્ધ કરતો દેખાવ કર્યો હતો અને ગુરુકુળનો દબદબો ટુર્નામેન્ટમાં જાળવી રાખી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
નાલંદા વિદ્યાલયમાં યોજાયેલ જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ગુરુકુળના વિદ્યાર્થીઓએ અન્ડર ૧૪ માં પ્રથમ ક્રમ અને અન્ડર ૧૭ માં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી શારીરિક ક્ષમતાનો પરિચય આપ્યો હતો વિદ્યાર્થીઓની સિદ્ધિ બદલ સંસ્થા સંચાલક જ્ઞાનજીવનદાસ સ્વામીએ વિદ્યાર્થીઓને આશીર્વાદ સહ શુભકામના પાઠવી હતી અને છાત્રોના વૃદ્ધિ અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ ગુરુકુળના શિક્ષકો રામસર, પ્રવીણ સર, રમેશ સરને નીરજ સર વગેરેને પણ શુભેચ્છા પાઠવી હતી

