

મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજે સાજે ટાઉનહોલ ખાતે સ્વ. અટલજીની પ્રથમ માસિક પુણ્યતિથિએ નિમિતે કાવ્યાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રઘુભાઈ ગડારાએ જણાવ્યું હતું કે આજે પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપાયીની પ્રથમ માસિક પુણ્યતિથિ છે. તેમને શ્રધાંજલિ પાઠવવા માટે જિલ્લા ભાજપ પરિવાર દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા ભાજપ આજે સાંજે ૬ :૩૦ કલાકે નગરપાલિકાના ટાઉનહોલમાં કાવ્યાંજલિ કાર્યક્રમ યોજાશે.આ કાવ્યાંજલિ કાર્યક્રમમાં નામાંકિત કવિઓ ઉપસ્થિત રહીને અટલ બિહારી વાજપાયીની કૃતિઓ સંભળાવશે.



