માળિયાના રણ વિસ્તારમાં અગરિયા પરિવારો પીવાના પાણી વિના મારે છે તરફડીયા  

 

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણીની સમસ્યા વિકરાળ જોવા મળી રહી છે એક તરફ સૂર્યદેવનો પ્રકોપ સતત વધી રહ્યો છે આવી સ્થિતિમાં માળિયા તાલુકાના રણકાંઠા વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓની હાલત દયનીય જોવા મળે છે રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓને પીવાના પાણી સુધ્ધા મળતા નથી સરકાર ટેન્કર ચલાવે છે પરંતુ આઠ-દસ દિવસે ટેન્કર મળે છે જેથી પુરા પડતા નથી જેથી મીઠું પકવતા અગરિયા પરિવારે પાણી વિના વલખા મારતા જોવા મળી રહ્યા છે

માળિયાના જુમાંવાડી, વર્ષામેડી, વવાણીયા સહિતના રણ કાંઠા વિસ્તારમાં રહીને મીઠું પકવતા અગરિયા પરિવારોને સરકાર પીવાનું પાણી પણ આપી સકતી નથી તેવો રોષ ઠાલવી સામાજિક આગેવાને જણાવ્યું હતું કે રણ કાંઠા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની છે સરકારે ટેન્કર શરુ કર્યા છે પરંતુ તે પુરા થતા નથી ગત વર્ષે ૨૮ ટેન્કર સામે આ વખતે માત્ર ૧૮ ટેન્કર પાણીના ફેરા થયા છે અને ટેન્કરથી પહોંચાડાતું પાણી અપૂરતું છે જેથી રસોઈ માટે, પીવાનું પાણી અને ન્હાવા ધોવા સહિતની પાણીની જરૂરિયાતને પહોંચી સકાય તેટલું પાણી મળતું નથી અને દશ દિવસે પાણી મળતું હોવાથી અગરિયા પરિવારોની હાલત દયનીય બની છે તેમ સ્થાનિક આગેવાન મારૂતસિંહ બારૈયાએ જણાવ્યું હતું

પીવાના પાણી મામલે અગરમાં રહીને મીઠું પકવતા અગરિયા ઇકબાલ જામ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે ૧૨ દિવસે પાણીનો ટાંકો આવે છે પીવાનું પાણી નથી મળતું એટલું જ નહિ આજુબાજુમાં ક્યાય મીઠું પાણી હોતું નથી જેથી તેઓ આસપાસમાં ભટકીને પાણી મેળવી સકે તેવું પણ રહ્યું નથી હવે માત્ર પૂરતા ટેન્કરો મળે તો જ પાણીનો પ્રશ્ન ઉકેલાય તેમ હોવાનું જણાવ્યું હતું જયારે અન્ય શ્રમિક ઇમરાન જણાવે છે કે મીઠાના અગરમાં કામ કરતા હોય અને રણ વિસ્તારમાં કામ હોવાથી વધુ પાણીની જરૂર પડે છે સખ્ત ગરમીમાં રણમાં કામ કરતા શ્રમિકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં જોઈએ પરંતુ ૮-૧૦ દિવસે પાણીનું ટેન્કર આવે છે અને પાણી મળતું નથી અધિકારીની આળસુ વૃતિને કારણે ટેન્કર પૂરતા પ્રમાણમાં મળતું નથી અને અગરિયા પરિવારોના હાલ બેહાલ જોવા મળે છે

Comments
Loading...
WhatsApp chat