હળવદ શહેરમાં ઉતરાયણ પર્વની તૈયારીઓને લઈ વ્યાપારીઓ દ્વારા બજારોમાં ઠેર ઠેર દોરી, પતંગ, સહિત વિવિધ સામગ્રીની ખડકલા

બજારમાં મંદીનો માહોલ, પાછો ગત વખતે કરતા આ વખતે ભાવમાં  વધારો થતાં ઘરાકી માં મંદીનો માહોલ

 

સમગ્ર યુવાધનનો માનીતો તહેવાર એટલે ઉતરાયણ મહાપર્વ ને ગણતરીના કલાકો બાકી રહ્યા છે છેલ્લા 10 દિવસ થી  હળવદ શહેરની બજારો માં પતંગ, દોરી, ફુગ્ગા, શેરડી, સહિત માસ્ક, અને પિપૂડીઓની દુકાનો મંડાઇ ગઈ છે પણ કોરોના ની ત્રીજી લહેર અને 30% જેટલો ભાવ વધારો તેમજ મંદીના માહોલ વચ્ચે શહેરીજનો ના મૂડ ઉપર અશર કરી રહ્યો છે અને વેપારીઓ મુઝવણમાં મુકાયા છે.

 

હળવદ પંથકના પતંગ રશિયાઑ ના મૂડ ઉપર કોરોના ગ્રહણ લાગતાં વેપારીઓ નિરાશ બન્યા છે ત્યારે હળવદ પંથક માં છેલ્લા 10 દિવસ થી પતંગ, દોરી, ફુગ્ગા, શેરડી, ચીકકી સહિત ની સામગ્રીઓ ની દુકાનો ઠેર ઠેર મંડાઇ છે. પણ છેલ્લા 10 દિવસ થી બજાર માં ઘરાકી જ ન હોય વેપારીઓ નિરાશ બન્યા હતા તો બીજી બાજુ કોરોના કહેર દિવસે દિવસે વધી રહ્યો છે ત્રીજી લહેર ઘાતક બનીએ રહી છે તેવામાં  મંદીના માહોલ વચ્ચે  હળવદ શહેર ના પતંગ રશિયાઓ નો મૂડ કેવો રહેશે તે જોવું રહ્યું જો કે ઉતરાયણ પર્વ ને હવે ગણતરી ના કલાકો બાકી છે ત્યારે કઈ અંશે થોડી ઘરાકી આજ થી નિકળી હોય તેવું વેપારીઓ નું કહેવું છે પણ દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે ઘરાકી ઓછી હોવાનું માની રહ્યા છે

 

બાળકો માટે ખાસ પતંગો કાર્ટૂન ની બજાર માં આવી છે સાથે માસ્ક, ફુગ્ગા, અને પીપુડા જેવી સામગ્રીઓ બજાર માં નાના મોટા વેપારીઓ દ્વારા વેચાણ કરવા ઠેરઠેર  પઠાળા લગાવી દીધા છે . પણ કોરોના ની ત્રીજી લહેર તેમજ 30 % પતંગ દોરા ના ભાવ માં વધારો હોય પતંગ રશિયાઓ જરૂર પુરતી ખરીદી કરતા નજરે પડે છે.

Comments
Loading...
WhatsApp chat