Billboard ad 1150*250 Billboard ad 1150*250

સિરામિક એકમમાં યુવતીએ કર્યો જાત જલાવી આપધાતનો પ્રયાસ

મોરબીના જેતપર નજીક સિરામિક એકમમાં યુવતીએ શરીરે કેરોસીન છાંટી લેતા તેણીને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.બનાવ અંગે પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના જેતપર રોડ પર આવેલ સનબ્રાઇટ સીરામીક ક્વાર્ટરમાં રહેતા કમલાજમુદાબેન સન્નીભાઈ બોદરા (ઉ.વ.૧૮)એ શરીરે કેરોસીન છાંટી ગંભીર રીતે દાઝયા હતા જેથી તેને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્ય હતા જ્યાં કમલાજમુદાબહેન અંદાજે ૭૦થી ૮૦ ટકા જેટલા દાઝી જવા પામ્યા હોય તુરંત જ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતેથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આ યુવતીએ ગુસ્સામાં આવી જઈને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. હાલ આ મામલે પોલીસે નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat