

મોરબીના સિરામિક એકમોમાં છાશવારે અકસ્માતો સર્જાતા હોય છે જેમાં શ્રમિક યુવાનોના મોતનો સિલસિલો જોવા મળતો હોય છે આવા જ વધુ એક અકસ્માતના બનાવમાં શ્રમિક યુવાન માટીમાં દટાઈ જતા તેનું કરુણ મોત નીપજ્યું છે
મોરબીના રંગપર નજીક આવેલા પેન્ટાગોન સિરામિકમાં મજુરી કરતા અમિત જગદીશ વિશ્વકર્મા (ઉવ. ૨૩) નામનો યુવાન કામ કરતી વેળાએ કોઈ કારણોસર માટીમાં દબાઈ જતા તેનું મોત થયું છે તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે