મોરબીની સિરામિક ફેકટરીમાં વિકરાળ આગ-તંત્રમાં દોડધામ, જાણો પછી શું થયું ?

 

ઓદ્યોગિક નગરી મોરબી આસપાસ મોટી સંખ્યામાં સિરામિક ફેક્ટરીઓ ધમધમી રહી છે અને અવારનવાર આગના બનાવો બનતા રહે છે જેમાં આજે ઉંચી માંડલ નજીકની ફેક્ટરીમાં વિકરાળ આગ લાગતા ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો અને બાદમાં મોકડ્રીલ જાહેર કરવામાં આવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઓદ્યોગિક નગરીમાં અવારનવાર બનતા આગના બનાવોમાં વધુ એક આગનો બનાવ આજે નોંધાયો હતો જેમાં ઉંચી માંડલ નજીકની નેક્ષીઓમ સિરામિક ફેક્ટરીમાં ઓચિંતી આગ ફાટી નીકળતા ફાયરની ટીમને જાણ કરાઈ હતી અને ફાયરની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો તો ફાયર ઉપરાંત જીઇબીની ટીમને પણ જાણ કરાઈ હતી આગને કારણે શોટસર્કીટ ના થાય તેવા હેતુથી તુરંત પાવર સપ્લાય કટ કરવામાં આવ્યો હતો

તો આગ ની ઘટનાને પગલે ૧૦૮ અને પોલીસની ટીમ પણ દોડી ગઈ હતી જોકે સદનસીબે કોઈ જાનહાની કે અનિચ્છનીય બનાવ બન્યો ના હતો તો આગને પગલે આસપાસની ફેક્ટરી અને ગામના લોકો દોડી આવ્યા હતા જોકે આખરે આ એક મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. મોરબીના ડીઝાસ્ટર વિભાગ દ્વારા આયોજિત મોકડ્રીલમાં ઇન્ડસ્ટ્રીઝ સેફટી એન્ડ હેલ્થના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આગના બનાવોને પહોંચી વળવા ફાયર ઉપરાંત ૧૦૮, જીઇબીની ટીમ સંપૂર્ણ રીતે તૈયાર હોવાનું પણ ધ્યાન પર આવ્યું હતું.

 

Comments
Loading...
WhatsApp chat