હળવદમાં બે ચોરીના ગુન્હામાં સંડોવાયેલો શખ્શ દોઢ વર્ષે ઝડપાયો

હળવદ પંથકમાં ચોરીના ગુન્હાઓ આચરીને છેલ્લા દોઢેક વર્ષથી આરોપી નાસતો ફરતો હોય જેને એલસીબી ટીમે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે

મોરબી એલસીબી ટીમ જન્માષ્ટમીના તહેવારોને પગલે પેટ્રોલિંગ કાર્તી હોય અને નાસતા ફરતા આરોપીને ઝડપી લેવાની કાવયતમાં હોય દરમિયાન હળવદ પંથકમાં બે ઘરફોડ ચોરી મળીને કુલ ૧,૨૮,૫૦૦ ની ચોરી થઇ હોય જે ગુન્હામાં અગાઉ એલસીબી ટીમે ત્રણ આરોપી ઝડપી લીધા બાદ એક આરોપી દોઢ વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપી સુનીલ ઉર્ફે ગડો વિનોદ ઉર્ફે અરજણ સાડમીયા રહે. શાપર વેરાવળ તા. ગોંડલ વાળાને ઝડપી લેવામાં સફળતા મળી છે આરોપી બે ચોરીના ગુન્હામાં સંડોવાયેલો હોવાની કબુલાત આપી છે ત્યારે એલસીબી ટીમે આરોપીની વધુ પૂછપરછ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat