


મોરબીના ચાંચાપર ગામે રેહતી પરણીતા તેના પતિ સહિતના સાસરિય સામે શારરિક માંનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોધાવી હતી જેમાં મોરબી કોર્ટ દ્વારા આજે ચારેય આરોપીને દોઢ વર્ષની સજા અને રૂપિયા દોઢ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે
બનાવની મળતી વિગત મુજબ મોરબીના ચાચાપર ગામે રેહતી પરણીતા ઉમીલાબેન ભાલોડીયા વર્ષ ૨૦૧૪ માં ફરિયાદ નોધાવી હતી કે તેનો પતી ચેતન ભુદરભાઈ ભાલોડીયા , સાસુ અનસોયાબેન ભુદરભાઈ ભાલોડીયા, નણદ અસ્મીતાબેન ભુદરભાઈ ભાલોડીયા અને દિયર કિશન ભુદરભાઈ ભાલોડીયા સહિતના શખ્સો તેને શારીરક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોધાવી હતી જે બાબતે પરણીતા ફરિયાદ ને ધ્યાન્ રાખી અને યુવા ધારાશાસ્ત્રી દીપકભાઈ પારધી ધારદાર દલીલોને ધ્યાને રાખી મોરબીની જે.એમ.એફ.સી. કોર્ટના ટી.એમ.ભાડજા દ્વારા ચારેય આરોપીને દોઢ વર્ષની સાદી સજા અને રૂપિયા ૧૫૦૦ નો દંડ ફટકારવામ આવી છે અને જેમાં પરીણતનો પતી ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે

