સોનું ડાંગરના વિવાદિત વિડીયો મામલે માળિયા બપોર સુધી સ્વયંભુ બંધ


ઇસ્લામ મઝહબના મહાન પયગંબર સાહેબ વિશે સોનુ ડાંગરનો વિડિઓ વાઇરલ થયો છે જેમાં પયગંબર સાહેબ અને સમસ્ત મુસ્લિમ સમાજ વિશે ખુબજ ખરાબ ભાષામાં અપમાનજનક ટિપ્પણી કરવામાં આવેલ છે.જેની વિરુદ્ધમાં વાંકાનેર મુસ્લિમ સમાજ દ્વારા ગત તા.૮ ના રોજ આવેદન આપવામાં આવ્યું હતું.આજ રોજ માળિયા મુસ્લિમ સમાજ દ્વારા સમગ્ર માળિયા પંથકમાં બપોર સુધી સ્વયંભુ બંધ પાડવામાં આવ્યું છે તેમજ બપોરના સમયે મામલતદારને આવેદન પાઠવીને સોનું ડાંગર વિરુદ્ધ કડક કાયવાહી કરવા માંગણી કરવામાં આવશે.