ભાટિયા સોસાયટીમાં પંદર દિવસથી પાણીના ધાંધિયા, મહિલાઓના ટોળાની ઉગ્ર રજૂઆત

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગ્રામ પંચાયતમાં આવેલ ભાટીયા સોસાયટીમાં છેલ્લા પંદર દિવસથી પીવાનું પાણી ન આવતા મહિલાઓ તાલુકા પચાયત કચેરીએ પહોચી હતી પરંતુ ત્યાં પણ કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી મહિલાઓને ઉગ્ર બની હતી

મહિલાઓ દ્વારા તલાટી મંત્રી, ટીડીઓ અને ડીડીઓની ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ એક પણ અધિકારી દ્વારા મહિલાનો ફોન ન ઉપાડમાં આવ્યો ન હતો.આ અગાઉ પણ સોસાયટીની મહિલાઓ દ્વારા પીવાના પાણીના પ્રશ્ને ટીડિઓ ને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં ન આવતા મહિલાઓ રણચંડી બનીને તાલુકા પંચાયત કચેરીએ પહોચીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી આવી હતી.

Comments
Loading...
WhatsApp chat