


ગ્રામ પંચાયતની ચુંટણીમાં એક મહિલા સરપંચ તરીકે ચુટાય આવ્યા હતા અને તેની પ્રથમ બેઠક યોજવામાં આવી હતી જેમાં ઉપસરપંચ તરીકે પણ એક મહિલા બીનહરીફ ચુટાય આવ્યા હતા.
સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાંઓ ધડે છે અને મહિલાઓને આગળ લઇ આવવા અનેક પ્રવુંતીઓ કરે છે.ત્યારેં ગત માસ દરમિયાન ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઈ હતી જેમાં ભડિયાદ ગામે પ્રથમ મહિલા સરપંચ તરીકે મંજુલાબહેન ચૌહાણ ચુટાય આવ્યા હતા.ભડિયાદ ગ્રામ પંચાયતમાં ૧૨ સભ્યો માંથી ૯ મહિલા સભ્યો હોવાથી ભડિયાદ ગ્રામ પંચાયતમાં મહિલાનો દબદબો જોવા મળ્યો હતો..ભડિયાદ ગ્રામ પંચાયતની આજે પ્રથમ બેઠક યોજાઈ હતી જેમાં ઉપસરપંચ માટેં ચુંટણી યોજાઈ હતી આ ચુંટણીમાં ૧૨ સભ્યોની સહમતીથી ઉપસરપંચ તરીકે જલ્પાબહેન જયંતિલાલ અઘારા બિનહરીફ ચુંટાયા હતા.

