Billboard ad 1150*250 Billboard ad 1150*250

બાળકી દુષ્કર્મના વિરોધમાં ઠાકોર સમાજ દ્વારા ટંકારા-વાંકાનેરમાં આવેદન

આરોપી સામે ત્વરિત કાર્યવાહી અને કડક સજાની માંગ

હિમતનગર તાલુકાના ઢુંઢર ગામ નજીક ૧૪ માસની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોય જે બનાવના ઘેરા પ્રત્યાઘાત મોરબી જીલ્લામાં જોવા મળ્યા હતા જેમાં ઠાકોર સમાજ દ્વારા વાંકાનેર અને ટંકારામાં મામલતદારને આવેદન પાઠવીને આરોપી સામે કડક પગલા ભરવાની માંગ કરી છે

બાળકી દુષ્કર્મ કેસ મામલે આજે કોળી ઠાકોર સેના દ્વારા વાંકાનેર અને ટંકારા મામલતદારને આવેદન પાઠવ્યું હતું જેમાં વિવિધ માંગણીઓ કરવામાં આવી છે જેવી કે આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરી સખ્ત સજા કરવામાં આવે, ઠાકોર સમાજના આગેવાનો સામે પોલીસે કરેલ ફરિયાદ પાછી ખેંચવામાં આવે, ફેકટરીમાં કામ કરતા મજૂરોની તપાસ કરવામાં આવે અને ફેક્ટરી આસપાસ કેટલી જગ્યાએ દારૂના અડ્ડા ચાલે છે તેની તપાસ કરવામાં આવે તેમજ કુલ મજૂરોમાં સ્થાનિક મજુરો કેટલા રાખેલ છે અને ગુજરાતના તમામ ઓદ્યોગિક એકમમાં કેટલા સ્થાનિક લોકોને કામ પર રાખવામાં આવેલ છે તેની સરકાર ત અપસ કરાવે અને સ્થાનિક લોકોને જ એકમોમાં ફરજીયાત રાખવા સરકાર ફરજ પાડે તેવી માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat