Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદમાં નાની સિંચાઈ યોજનામાં છ કરોડની ગ્રાન્ટનીમાંથી ૧૦ ટકા જ કામ થયું

 

મોરબી જીલ્લામાં નાની સિંચાઈ યોજનાનો ભ્રષ્ટાચાર પ્રકાશમાં આવ્યો છે હળવદ તાલુકામાં છ કરોડની ગ્રાન્ટ ફાળવી હતી જોકે કામ થયા નથી અને ભ્રષ્ટાચાર આચર્યાની રાજ્યના મુખ્યમંત્રી સહિતનાને રજૂઆત કરીને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે

રાજ્યના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયાએ નાની સિંચાઈ યોજનામાં ગેરરીતી અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે જેમાં નાની સિંચાઈ યોજનામાં ચાલુ વર્ષે વ્યાપક ગેરરીતી થઇ છે અને મોરબી જીલ્લામાં હળવદ તાલુકામાં સરકાર દ્વારા છ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેમાંથી લગભગ ૧૦ ટકા જેટલી રકમનો ખર્ચ કરી બાકીની રકમ ભ્રષ્ટાચાર થયો હોય તેવી રજૂઆત કરી કામનો વિગતવાર રીપોર્ટ મંગાવી તાત્કાલિક તટસ્થ તપાસની માંગ કરી છે

 

Comments
Loading...
WhatsApp chat