શનાળા ગામે ઓદ્યોગિક એકમ દ્વારા ફેલાવાતા પ્રદુષણથી ગ્રામજનો ત્રાહિમામ

ગ્રામજનોએ પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં કરી રજૂઆત

મોરબીના શકત શનાળા ગામે આવેલી એક ફેક્ટરી દ્વારા બેફામ પ્રદુષણ ફેલાવવામાં આવતું હોય જેથી આ મામલે ગ્રામજનોએ પ્રદુષણ બોર્ડને રજૂઆત કરી આ મામલે યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે

શનાળા ગ્રામજનોએ ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડના રિજ્યોનલ ઓફિસરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે જેનીશ રેકલેમેંશન નામની ફેક્ટરી ગામથી એક કિમીના અંતરે આવેલી છે જે ફેકટરીમાં જુના રબરના ટાયરની કોઈ પ્રોસેસ કરવામાં આવે છે જે ફેક્ટરીનો દોરી સંચાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજકીય વગ ધરાવતા લોકો દ્વારા વહીવટ કરવામાં આવે છે ફેક્ટરીમાં પ્રોસેસ ચાલુ હોય ત્યારે ભયંકર એર પોલ્યુશન બહાર ફેંકવામાં આવે છે અને હવા એટલી હદે પ્રદુષિત થાય છે કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે

અને તીવ્ર દુર્ગંધ આવે છે તેમજ પ્રોસેસ દરમિયાન ઉત્પન્ન થતો ખરાબ કચરો અને તેમાં વપરાતું પાણીનો નિકાલ જમીનમાં બોર કરી કરવામાં આવતો હોવાનું અમારી જાણમાં છે તેમજ ફેકટરીમાં બધું એટલું ખાનગી રાહે કામ ચલાવાય છે કે ગ્રામવાસીઓને અંદર પ્રવેશ કરવા દેવાતો નાથી અને પૂર્ણ માહિતી પણ આપવામાં આવતી નથી. સંચાલકોને ફરિયાદ કરતા જવાબ મળે છે કે અમે આ રીતે ફેક્ટરી ચલાવીશું, અમને સરકારમાંથી તેમજ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી મંજુરી મળી છે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય તમે કરો.

ત્યારે આ ફેક્ટરીને NOC કે CCA આપેલ હોય તે ક્યાં કાયદા મુજબ આપવામાં આવેલ છે અને આ ફેક્ટરી પર્યાવરણના નિયમનો ભંગ કરે છે એર પોલ્યુશન કંટ્રોલ એક્ટ અને વોટર પોલ્યુશન એક્ટનો ભંગ કરાય છે જેથી લોકોના જીવન સાથે થતા ચેડા રોકવા યોગ્ય પગલા ભરવાની પોલ્યુશન બોર્ડની જવાબદારી છે જેથી યોગ્ય પગલા ભરવામાં આવે તટસ્થ રીતે આ ફેક્ટરીની ઉત્પાદન પ્રક્રિયા લોકોને સાથે રાખીને કરવા યોગ્ય કરવાની માંગ કરી છે અન્યથા ના છૂટકે હાઈકોર્ટનો આશરો લઈને લડત આપવી પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

Comments
Loading...
WhatsApp chat