રોહીદાસપરામાં જુગારધામ પર દરોડો, ઘોડીપાસા જુગાર રમતા ૧૨ ઝડપાયા

મોરબી પંથક અને જીલ્લામાં શ્રાવણીયા જુગારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પોલીસ સતત દરોડા કરીને જુગારીઓને કાયદાનું ભાન કરાવી રહી છે જેમાં વિસીપરા વિસ્તારમાં રોહીદાસપરામાં જુગારધામ પર દરોડો કરીને બી ડીવીઝન પોલીસે કુલ ૧૨ જુગારીઓને રોકડ સહિતની મત્તા સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન અને ડીવાયએસપી બન્નો જોષીના સુપરવિઝનમાં બી ડીવીઝન પીઆઈ આર.કે.ઝાલાની ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે રોહીદાસપરામાં મગન મોહન મુછડીયાના મકાનમાં ઘોડીપાસા જુગાર ચાલતો હોય જે બાતમીને આધારે દરોડો કરતા આરોપી મગન મોહન મુછડીયા, હિમત ભીખા જાદવ, મહેબુબ અબ્દુલ ખલીફા, હિતેશ હિમંત મુછડીયા, દિલીપ કાનજી બદધા, કાસમ જાકુબ કચ્ચા, સીદીક અમર સુમરા, ગીરીશ દેવજીભાઈ ચૌહાણ મુકેશ હીરા ચાવડા, સંજય નથુ વાઘેલા, હિમત મનુ મુછડીયા અને હરેશ જાગ્ડીશ સારેશા એમ ૧૨ ને ઝડપી લઈને રોકડ ૧૫,૧૦૦ તેમજ ૦૮ મોબાઈલ કીમત ૩૨૦૦ મળી કુલ ૧૮,૩૦૦ ની મત્તા ઝડપી લીધી છે

Comments
Loading...
WhatsApp chat