Billboard ad 1150*250

રાજકોટમાં જૈન તીર્થના યંત્ર રાજ જાપ યોજાશે

0 361

ગૌરવવંતા ગોંડલ સંપ્રદાય ના પ્રાતઃ સ્મરણીય અનાશકત યોગી આગમ દિવાકર પ.પુ. ગુરુદેવ જનકમુની મ.સા.ની સદેહ હાજરીમાં અને તેઓના મુખેથી નવરાત્રીના નવલા દિવસોમાં દરેક વર્ષના પ્રથમ રવિવારના થયેલા અને આજે પણ સૌ શ્રધ્ધાવંત ગુરભક્તોનાં હૈયે વસેલા એવા મહાપ્રભાવક પાંસઠીયા યંત્રરાજના જાપ આરાધનાનું દિવ્ય અને ભવ્ય આયોજન જનકગુરુદેવનું સાકાર થયેલ સ્વપ્ન જૈન કન્યા સુસંસ્કાર તીર્થ ના સ્મૃતિભવનમાં તા. ૨૪ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાકે રાખવામાં આવેલ છે.

તા. ૨૪ ને રવિવારના રોજ સવારે ૦૭ : ૩૦ કલાકે શ્રી સેઠ ઉપાશ્રય જૈન સંઘથી માંગલિક શ્રવણ કરીને આગમ ભાવયાત્રા રાજકોટમાં શરુ થશે જે કે.કે.વી ચોક, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાંફરીને જ્યોતિનગરમાં જૈન કન્યા સુસંસ્કાર તીર્થ ખાતે પૂર્ણ થશે. જ્યાં નવકારશી કરવામાં આવશે. આ ભાવયાત્રામાં બૃહદ રાજકોટના સંઘ સંચાલિત મહિલા મંડળના બહેનો શુકનવંતા વસ્ત્રો પરિધાન કરી મસ્તક પર આગમ કળશ સાથે જોડાઈ શકશે. ભાવયાત્રામાં જોડાયેલા ભાઈઓ અને બહેનોને બહુમાંનનું કવર તેમજ નવકારશીનો પાસ આપવામાં આવશે. જૈન તીર્થના ધાર્મિક ઉત્સવમાં મોરબીના ચંદ્રકાંતભાઈ દફતરી સહિતના અગ્રણીઓ પણ રાજકોટ જશે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat